વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં શિક્ષણ ધામને લજવતી ઘટના બની હતી. કોમર્સ ફેકલ્ટીમાં ભણતાં લઘુમતી કોમના 3 વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટી પાસે જાહેરમાં સેકન્ડ ઇયરમાં ભણતી 20 વર્ષના વીદ્યાર્થીનીને આંખો અને હાથથી બીભત્સ ઇશારા કરીને છેડતી કરતાં ભારે હોબાળો મચ્યો હતો. સયાજીગંજ પોલીસે ત્રણે લંપટ વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. કોવીડ ટેસ્ટ પછી સત્તાવાર રીતે ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષણધામ માટે બનેલી શર્મનાક ઘટનાની વિગત એવી છે કે ભોગ બનનાર વિદ્યાર્થીની કોમર્સ ફેકલ્ટીમાં સેકન્ડ ઇયરમાં અભ્યાસ કરે છે. ગઇકાલે સાંજે 4.30-4.45ના સમયગાળા વચ્ચે કેમ્પસમાંથી ચાલતી જતી હતી ત્યારે ત્યાં હાજર એસ.વાય.બીકોમના અબુ તાલીબ પઠાણ (રહે. રોશન નગર, નવાયાર્ડ), રીયાન કૈયમુખાન પઠાણ (રહે. રાણીયા સાવલી) તેમજ ટી.વાય.બીકોમના સાહીદ મુશ્તકીમ શેખ (રહે, ચાચા નહેરૂ નગર, આજવા રોડ) એ આંખ અને હાથની આંગળીઓથી બીભત્સ ઇશારાઓ કર્યા હતા.