બેંગકોકથી કોલકત્તા આવતી ફ્લાઇટમાં બે મુસાફરો બાખડ્યા, વીડિયો વાયરલ

2022-12-29 70

બેંગકોકથી કોલકાતા, ભારત આવી રહેલી ફ્લાઈટમાં બે મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો. આકાશમાં હજારો ફૂટ ઉંચી ઉડતી ફ્લાઈટની અંદર બે મુસાફરોની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા પણ આવી ઘટનાઓ સામે આવી છે. તાજેતરની ઘટનાનો વીડિયો જોઈને ખ્યાલ આવે છે કે હવે ફ્લાઈટમાં પણ અપરાધની ઘટનાઓ સતત વધી રહી છે. મામલો મંગળવાર (27 ડિસેમ્બર)નો છે.