રાજકોટ: જાતીય સતામણીની ફરિયાદમાં પ્રોફેસર સસ્પેન્ડ, બે વિદ્યાર્થીઓએ કરી હતી ફરિયાદ

2022-12-29 17

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણીના ત્રણ કિસ્સામાં ત્રણેય અધ્યાપકોને ફરજ મુકતા કરાયા હતા ત્યારે યુનિવર્સિટી સંલગ્ન વીરબાઇ મહિલા સાયન્સ કોલેજમાં બે વિદ્યાર્થીનીએ કરેલી જાતીય સતામણીની ફરિયાદમાં પ્રોફેસર દોષિત ઠર્યા છે અને તેથી તેમને સસ્પેન્ડ કરાયા હવે પોલીસ ફરિયાદ નોંધાશે.

પ્રાપ્ત માહિતી મુજબ કાલાવડ રોડ પરની વીરબાઇમા મહિલા સાયન્સ કોલેજના એસોસીએટ પ્રોફેસર એવા ઝૂલોજીના ડૉ.સંજય તેરૈયા સામે સેકન્ડ યર બી.એસસી.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ 16-9-2022ના જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તે જ કોલેજની ત્રીજા વર્ષની વિદ્યાર્થીનીમાં પણ હિંમત આવી અને તેણે ગત 12-10-2022ના અધ્યાપક સામે પ્રિન્સીપાલ સમક્ષ અરજી કરી. અરજી આવતાની સાથે જ કોલેજ પ્રિન્સિપાલે હીનાબેન શાહ, ભાવનાબેન ખોયાણી અને જયશ્રીબેન રાણપરા ઉપરાંત સિનિયર અધ્યાપક એ.પી.ગૌસ્વામીની તપાસ સમિતિ રચી. જેનો રિપોર્ટ સબમીટ થઇ ગયો છે અને તેમાં તે અધ્યાપક દોષિત ઠર્યા છે.

Videos similaires