વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાની તબિયત બગડી છે. ત્યારબાદ તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના માતાની તબિયત પહોંચવા માટે અમદાવાદ પહોંચી ગયા છે. યુએનમહેતા હોસ્પિટલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ પરિમલ નથવાણી, સહિત ગુજરાતના ધારાસભ્યો હોસ્પિટલ હીરાબાના ખબર અંતર પૂછવા માટે પહોંચી ગયા છે.