હીરાબા હોસ્પિટલમાં: CM ભૂપેન્દ્ર પટેલે નિષ્ણાતો સાથે બેઠક કરી, મોદી અમદાવાદ આવશે

2022-12-28 65

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની આજે અચાનક તબિયત લથડતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે યુ.એન.હોસ્પિટલ તરફથી મેડિકલ બુલેટિન બહાર પાડતા જણાવ્યું કે હીરાબાની તબિયત સુધારા પર છે. આજે સવારે સામાન્ય બલ્ડપ્રેશરની તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગેના સમાચાર મળતાં જ યુ.એન.હોસ્પિટલમાં વીવીઆઇપી મુવમેન્ટ વધી ગઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ પહોંચ્યા છે. ભુપેન્દ્ર પટેલે નિષ્ણાતો સાથે બેઠક કર્યાની ચર્ચા છે.

Videos similaires