હાલ અમદાવાદના આંગણે બે મોટા ઉત્સવોની ઉજવણી થઇ રહી છે. એક પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી. તો બીજીબાજુ કાંકરિયા કાર્નિવલનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદીઓએ ખાસ સતર્ક રહેવાની જરૂર છે. કોરોનાકાળ પાછો ફરી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ચાલી રહેલા આ બંને મોટા ઉત્સવોમાં કોરોનાના ગાઇડલાઇનની ઐસી કી તૈસી જોવા મળી રહી છે.
જે રીતે ચીન સહિત દુનિયાના કેટલાંય દેશોમાં કોરોના વાયરસનું વેરિઅન્ટ BF.7 તાંડવ મચાવી રહ્યું છે તેને જોતા ભારત સરકાર પણ એલર્ટ થઇ ગઇ છે. કોરોના વાયરસને લઇ સરકારે સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવાનું અને માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. વારંવાર કહેવામાં આવી રહ્યું છે કોરોના ગયો નથી. ભારતમાં કોરોનાનો ખતરો છે. છતાંય વીડિયો દેખતા ગાઇડલાઇનનું કયાંય પાલન થતું દેખાતું નથી.