ઉપલેટામાં મોટો અકસ્માત ટળ્યો: વિદ્યાર્થીઓ ભરેલી ST બસ પુલ પર લટકી પડી

2022-12-26 33

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે સવારે ખાખીજાળીયા પુલ પર એસટી બસનો મોટો અકસ્માત સર્જાતા માંડમાંડ રહી ગયો હતો. ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો ભરીને ઉપલેટા આવી રહી હતી. ત્યારે ખાખીજાળીયા રોડ પર નાળા પરના પુલ પર સામેથી વાહન આવતાં બસના ડ્રાઈવરે બસ રિવર્સ લીધી હતી. તે સમયે પુલની દીવાલ તોડી બસ નાળામાં ખાબકતા-ખાબકતા રહી ગઈ હતી. બસ એકબાજુ નમતાં અંદર બેઠેલા 35 વિદ્યાર્થીઓનો જીવ પડીકે બંધાઇ ગયા હતા, પરંતુ સમયસૂચકતા વાપરી બસનો દરવાજો ખોલી તમામ વિદ્યાર્થીઓ અને મુસાફરો બસની બહાર નીકળી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન સર્જાતાં ડ્રાઈવર-કંડકટર સહિત એસટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Videos similaires