ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારત દેશ પણ એલર્ટ થઇ ગયો છે. ગુજરાતમાં પણ કોરોનાને લઇ એલર્ટ થઇ ગયા છે અને સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા પણ જરૂરી પગલાં ભરવામાં આી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે રાજકોટમાં આજથી સ્કૂલમાં માસ્ક પહેરવા માટે આદેશ કરાયો છે.
રાજકોટમાં સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોમાં સાવચેતીને લઈ નિર્ણય લેવાયો છે. માસ્ક પહેરી બાળકોને સ્કૂલે મોકલવા સૂચના આપવામાં આવી છે. જ્યારે શરદી અને તાવવાળા વિદ્યાર્થીઓને અલગ બેસાડવાની વ્યવસ્થા કરાઇ છે.