આઇસરે બાઇકને અડફેટે લેતા બે ભાઇઓના મોત

2022-12-25 28

લીંબડી નજીક બે સગા ભાઈઓના માર્ગ અકસ્માતમાં મોત થયા. લીંબડી લખતર રોડ પર શિયાણી પાસે પુરપાટ ઝડપે આવી રહેલા આઇસર ટ્રકે બાઇકને અડફટે લેતાં સગા બે ભાઇઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. બંને ભાઈઓ મુળ રહેવાસી રાધનપુર હાલ લીંબડી તાલુકાના શિયાણી ગામે રહી ગામડે ગામડે પ્લાસ્ટીકના વાસણોનો ફેરીનો વેપાર કરતા હતા.