BSF જવાન ઠપકો આપવા ગયા ત્યાં મામલો બિચકતાં હત્યા કરવામાં આવી

2022-12-25 34

નડિયાદ તાલુકાના વનીપુરા ગામના યુવાને અન્ય ગામમાં રહેતા BSF જવાનની પુત્રીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેથી BSF જવાન અને તેમના પરિવારજનો ઠપકો આપવા ગયા હતા. આ દરમિયાન મામલો બિચકતાં યુવાનના કૌટુંબિક 7 વ્યક્તિઓએ ઠપકો આપવા આવેલા BSF જવાન અને તેમના પરિવારજનો પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો છે. લાકડી, ધારીયા, પાવડા લઈને BSF જવાન અને તેમના દિકરા પર તૂટી પડતાં BSF જવાનનું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

Videos similaires