ગીર સોમનાથમાં સિંહ પરિવારની લટાર, 108ના પૈડાં થોભાવી દીધાનો Video

2022-12-24 34

ગીર સોમનાથમાં સિંહોએ એમ્બ્યુલન્સ 108ના પૈડાં થોભાવી દીધાની ઘટના સામે આવી છે. વાત એમ છે કે ઉનાના ગુંદાળા ગામમાંથી એક એમ્બ્યુલન્સ વહેલી સવારે પસાર થઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.

ગુંદાળા ગામમાં મુખ્ય રસ્તા પર વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ સિંહ પરિવાર નજરે પડયો હતો. ત્યારે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મહિલાને લેવા જતી વખતે ગામમાં પહોંચતાં જ રસ્તા પર ત્રણ સિંહ આરામથી બેઠા હતા. જેથી 108 એમ્બ્યુલન્સના પાઇલોટે સિંહોને જોઇ તાત્કાલિક પૈડા થંભાવી દીધા હતા. બાદમાં એમ્બ્યુલન્સની લાઈટો ચાલુ કરતા ત્રણેય સિંહ ઉભા થઇ ગયેલા અને ત્યાંથી આગળ રસ્તા પર ચાલતા થયાં ત્યારે 108 એમ્બ્યુલન્સ ધીમે ધીમે આગળ વધી હતી.