મહેસાણામાં અમિત શાહે નવી શિક્ષણનીતિ અંગે ખાસ વાત કરી

2022-12-24 16

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણાના પીલવાઇ ગામે આજે પહોંચ્યા હતા. તેઓએ મહેસાણા પહોચીને ગોવર્ધનનાથજી મંદિરમાં દર્શન કર્યા હતા. સાથે જ મંદિર પરિસરમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કર્યો. ગોવર્ધનનાથજી મંદિરને અમિત શાહના સાસરી પક્ષે લગભગ 80થી 90 વર્ષ પહેલા બંધાવ્યું હતું. સાથે જ શેઠ જી.સી.હાઈસ્કૂલના 95 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમનું પણ આયોજન કરાયુ હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતશાહ આજે તેમના સાસરીએ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગૃહમંત્રીનું સાસરું એટલે મહેસાણાનું પિલવાઇ ગામ. આ ગામમાં 80-90 વર્ષ જૂનું તેમના સસરાએ બનાવ્યું હતું. ત્યારે ગોવર્ધનનાથજી મંદિરના વિવિધ કાર્યોંનો શિલન્યાસ કરવા પહોંચ્યા હતા. અમિત શાહ તેમના ધર્મપત્ની અને દીકરા સાથે મંદિરમાં પૂજા અર્ચના કરી મંદિરનો જીરણોદ્ધારની શરૂઆત કરાવી.