ચીનમાં કોરોનાનું તાંડવ ફરી એકવાર શરૂ થયું છે ત્યારે તમામ દેશોએ સાવચેતીના ભાગરૂપે તૈયારી શરૂ કરી દીધી છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, વિદેશી મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે અને ચીન, જાપાનથી આવતા લોકોએ RT-PCR ફરજિયાત કરવું પડશે. સાથે જ કોરોના પોઝિટિવ યાત્રીઓને કોરોન્ટાઈન કરાશે.