દેશની કોરોનાની હાલની સ્થિતિમાં સરકારે હોસ્પિટલોને તૈયાર રહેવાની સૂચના આપી છે. 27 ડિસેમ્બરે તમામ હોસ્પિટલમાં મોકડ્રિલ કરાશે. ચીનમાં એક દિવસમાં 37 મિલિયન કેસ આવતા હાહાકાર મચ્યો છે. અમિત શાહ પણ 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. જયરાજ અને અનિરુદ્ધના સમાધાન માટે મહાસંમેલન યોજાશે. આ સિવાયના સમાચારમાં નિઃશુલ્ક અનાજ સેવા એક વર્ષ સુધી લંબાવવામાં આવી છે. 81 કરોડ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે. આજથી એરપોર્ટ પર યાત્રીઓનું રેન્ડમ કોરોના ચેકિંગ કરાશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.