107 દિવસ બાદ દિલ્હી પહોંચી ભારત જોડો યાત્રા

2022-12-24 75

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શનિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરી ચૂકી છે. આ યાત્રાએ 107 દિવસમાં લગભગ 3000 કીમીની મુસાફરી પૂરી કરી છે. આજે 108માં દિવસે દિલ્હીમાં એન્ટ્રી કરી છે. યાત્રામાં રાહુલ ગાંધી સાથે જનમેદની જોવા મળશે. યાત્રાએ બદરપુર બોર્ડરથી સવારે દિલ્હીમાં પ્રવેશ કર્યો છે અને 10.30 વાગે જયદેવ આશ્રમ પહોંચશે. સાંજે 4.30 વાગે લાલ કિલ્લા પર પહોંચશે. અહીં રાહુલ ગાંધી યાત્રાને સંબોધિત કરશે અને અહીં મોટી સંખ્યામાં વાહનો સામેલ થશે.

Videos similaires