રાજ્યમાં રસ્તા પર રખડી રહ્યું છે મોત

2022-12-23 21

રાજકોટમાં રસ્તા પર ફરી રહેલા રખડતા ઢોરે 6 વર્ષની બાળકીને અડફેટે લીધી છે. આ સિવાય ભાવનગરમાં પણ રખડતા ઢોરની અડફેટે આવતા યુવાનનું મોત થયું છે. આ સિવાયમાં જંબુસરમાં પણ રખડતા ઢોરે બાળકીને અડફેટે લીધી હતી. તંત્રના તમામ દાવા ફેલ થઈ રહ્યા છે. આ સિવાય 2 મહિલા પોલિસ કર્મી પણ રખડતા ઢોરનો શિકાર બની છે. જે હાલમાં સારવાર લઈ રહ્યા છે. ઈડરમાં આખલાએ રોડ પર આતંક મચાવ્યો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.