વિશ્વભરમાં વધતા કોરોનાના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની નેઝલ રસી (Nasal Vaccine)ને મંજૂરી આપી છે. આ રસીનો ઉપયોગ બૂસ્ટર ડોઝ તરીકે થઈ શકે છે. શરૂઆતમાં નાકની રસી ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે. સરકારે આજથી જ ભારતના કોવિડ 19 રસીકરણ કાર્યક્રમમાં આ રસીનો સમાવેશ કર્યો છે.
અગાઉ, ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ DCGI એ ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ કોવિડ રસીના ઇમરજન્સીના ઉપયોગને મંજૂરી આપી છે. આ રસી નાક દ્વારા આપવામાં આવે છે, જેનો અર્થ છે કે રસી લેનાર વ્યક્તિના હાથ પર રસી લગાવવામાં આવતી નથી. DCGI એ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઇન્ટ્રાનાસલ કોવિડ રસી મંજૂર કરી છે. ભારત બાયોટેકની આ રસીનું નામ BBV154 છે.