શું ભારતમાં ફરી કહેર મચાવશે કોરોના, જાણો કેન્દ્રની આરોગ્ય એડવાઈઝરી

2022-12-22 67

ચીનમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ચીનમાં કોવિડના વધતા જતા કેસોને જોતા ભારતમાં પણ કોરોનાનું જોખમ ઘણું વધી ગયું છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા ભારત સરકાર પણ એક્શનમાં આવી છે. હાલમાં ભારતના આરોગ્ય મંત્રાલયે એક બેઠક બોલાવી હતી જેમાં કોરોના સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંગળવારે યોજાયેલી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે ચીનમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ ભારતમાં કુદરતી ચેપના વધુ દર અને રસીકરણના સારા રેટના કારણે ચીન જેવી સ્થિતિ નથી.

Videos similaires