પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રમીઝ રાજાને કર્યા OUT, આ વ્યક્તિ બન્યા નવા અધ્યક્ષ

2022-12-21 22

રમીઝ રઝાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે નજમ સેઠીને આગામી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. સપ્ટેમ્બર 2021માં PCB ચીફ બનેલા રઝાને ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની 0-3થી હાર બાદ હટાવી દેવામાં આવ્યા હતા, જોકે આ કાર્યવાહી પાછળ ઘણા કારણો આપવામાં આવી રહ્યા છે. T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી પાકિસ્તાની ટીમને ઇંગ્લેન્ડે કારમી હાર આપી હતી.