કાલોલ નજીક ફરી ડ્રોન જેવુ શંકાસ્પદ ડિવાઇસ જોવા મળ્યુ

2022-12-21 47

પંચમહાલના કાલોલ નજીક ફરી ડ્રોન જેવુ શંકાસ્પદ ડિવાઇસ જોવા મળ્યુ છે. જેમાં ગત મોડી રાત્રે ડ્રોન જેવી લાઈટ વાળું ડિવાઇસ જોવા મળતા સ્થાનિક રહીશોમાં કુતુહલ સર્જાયુ છે. દેખાવે

હેલિકોપ્ટર જેવું પરંતુ લાઈટ ડ્રોન જેવું દેખાતા લોકો પાછળ દોડ્યા હતા. નજીકની ઊંચાઈએ ઉડતા ડિવાઇસને સ્થાનિકોએ તોડી પાડ્યું હતુ. કાલોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને

ડિવાઇસનો કબ્જો લીધો હતો. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ રમકડાનું હેલિકોપ્ટર જ હોવાની પ્રબળ શક્યતાઓ છે. રાત્રી દરમ્યાન ડ્રોન ઉડતું હોવાની વાતથી કુતૂહલવશ લોક ટોળા એકત્રિત થયા

હતા.