દ્વારકામાં સાંસદ પૂનમબેન માડમનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં બાજરીનો રોટલો ઘડતા સાંસદ પૂનમ માડમ વીડિયોમાં જોવા મળ્યા છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દ્વારકા તેમજ
જામનગર જિલ્લામાં દેશી રીતે બનેલા બાજરીના રોટલાનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે સાંસદ પૂનમ માડમે મહિલાઓ સાથે બેસી બાજરીનો રોટલો બનાવ્યો છે. તેવામાં વીડિયો સોશિયલ
મીડિયામાં સામે આવતા લોકો તેને ખૂબ જ લાઈક અને શેર કરી રહ્યા છે.