સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે પોતાની સતર્કતા વધારી છે. કેન્દ્રએ તમામ રાજ્યોને નવા કેસોની દેખરેખ રાખવા અને જીનોમ સિક્વન્સિંગ વધારવા જણાવ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા તરફથી એક પત્ર લખવામા આવ્યો છે, જે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને લખ્યો છે. જેમાં બંને નેતાઓને ભારત જોડો યાત્રામાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ શક્ય ન હોય તો દેશના હિતમાં યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવે.