લોકોના ભારે વિરોધને કારણે ચીને લોકડાઉનમાં રાહત આપી છે. પરંતુ કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. અમેરિકાએ ચીનમાં કોરોનાના વધતા પ્રકોપ પર ચિંતા વ્યક્ત કરી છે.
અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવકતા નેડ પ્રાઈસે ચિંતા વ્યકત કરતા કહ્યું કે ચીનમાં કોવિડનો પ્રકોપ જે રીતે ફેલાઈ રહ્યો છે તે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. નેડ પ્રાઈસે કહ્યું કે કોવિડ ઝીરો પ્રોટોકોલને કારણે ચીનમાં કોરોના અટકી ગયો હતો, પરંતુ પ્રોટોકોલ હટાવ્યા બાદ ચીનમાં જે સ્થિતિ છે તેના કારણે કોવિડ-19 નવા વેરિઅન્ટને જન્મ આપી શકે છે.