ચીન સહિત વિશ્વના તમામ દેશોમાં ફરી કોરોનાનો પગપેસારો શરૂ થઇ ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં વિશ્વમાં કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે. તો આ 7 દિવસમાં 10 હજાર લોકોના મોત થયા છે. ચીન સિવાય આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત સરકારે પણ કોરોના અંગે સમીક્ષા બેઠક બોલાવી છે.
છેલ્લા 1 અઠવાડિયામાં વિશ્વભરમાં 36 લાખ કેસ
છેલ્લા 7 દિવસમાં વિશ્વભરમાં કોરોનાના 3,632,109 કેસ નોંધાયા છે. એકલા જાપાનમાં 1055578 કેસ મળી આવ્યા છે. તો દક્ષિણ કોરિયામાં 460,766, ફ્રાન્સમાં 384184, બ્રાઝિલમાં 284,200, અમેરિકામાં 272,075, જર્મનીમાં 223,227, હોંગકોંગમાં 108577, ચીનના પડોશી તાઈવાનમાં 107381 કેસ મળી આવ્યા છે.