તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણને લઈને તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાનું નિવેદન સામે આવ્યું છે. જ્યારે દલાઈ લામાને તવાંગ સ્ટેન્ડઓફના પગલે ચીનને તેમના સંદેશા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વસ્તુઓમાં સુધારો થઈ રહ્યો છે. યુરોપ, આફ્રિકા અને એશિયામાં ચીન વધુ લવચીક છે.