જસદણથી ગુમ થયેલી યુવતી સિંગાપોરથી મળી આવી

2022-12-18 1,251

રાજકોટના જસદણથી ગત જુલાઈ મહિનામાં અતાનક એક યુવતી પોતાના ઘરેથી ગુમ થઈ હતી. જે બાદ યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન પોલીસ યુવતીની શોધખોળ કરી રહી હતી, ત્યારે પોલીસને જાણવા મળ્યું કે યુવતીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના યુવક સાથે લગ્ન કરી લીધા છે અને સિંગાપોરમાં રહે છે.