કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી વિરુદ્ધ ઝેર ઓક્યું છે જેને લઈને દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન યોજાયું છે. ભાજપે રાજ્યભરમાં પણ વિવિધ રીતે દેખાવો કર્યા છે. આ સિવાય અન્ય સમાચારમાં સી. આર, પાટીલે કહ્યું કે પાકિસ્તાનની સ્થિતિ ભિખારી કરતા પણ ખરાબ છે. ભારતના વિદેશ મંત્રીએ પણ મેક ઈન પાક. ટેરરિઝમ પર જવાબ આપ્યો છે અને પાકિસ્તાનના પ્રતિબંધને લઈને પણ વિચારણા કરવાનું જણાવ્યું છે. આ સિવાય 2 લાખ જેટલા ખેડૂતો દિલ્હીમાં દેખાવો કરશે. ગુજરાતના ખેડૂતો પણ દિલ્હી માટે રવાના થઈ ચૂક્યા છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.