રાહુલ ગાંધીનું નિવેદન સેનાના મનોબળને તોડનાર : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા

2022-12-17 162

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, રાહુલ ગાંધીનું નિવેદન આપણી સેનાનું મનોબળ તોડવાનું કામ કરે છે. તેમની જેટલી નિંદા કરીએ તે ઓછી છે. ભારતીય સેના શૌર્ય અને બહાદુરીનું પ્રતિક છે. આપણે જાણીએ છીએ કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
તવાંગમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે.

Videos similaires