વધતી મોંઘવારીના કારણે અનેક માતા-પિતા બાળકોના અભ્યાસની મુશ્કેલીઓને લઈને પરેશાન રહે છે. મોંઘા કોર્સ અને ઓછી આવકને લઈને પરિવારમાં સતત ચિંતાનો માહોલ રહે છે. આવો જ એક કિસ્સો ગુજરાતમાં તાપીમાં બન્યો છે જ્યાં દીકરીની ફી ન ભરી શકવાની ચિંતામાં પિતાએ જીવન ટુંકાવ્યું છે.