ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ગયા સપ્તાહે થયેલી અથડામણ પર ચર્ચાની માંગને લઈને સંસદમાં થયેલા હોબાળાનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કટાક્ષ કર્યો. ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ ટોણો મારતા કહ્યું કે કેન્દ્ર સરકારની 'લાલ આંખ' પર ચાઈનીઝ ચશ્મા લગાવવામાં આવ્યા છે.
સંસદનું શિયાળુ સત્ર આ અઠવાડિયે વારંવાર વિક્ષેપિત થયું છે કારણ કે બંને ગૃહોમાં 'ભારત-ચીન સરહદ પરની સ્થિતિ' પર ચર્ચા કરવાની વિપક્ષની માંગને નકારી કાઢવામાં આવી હતી.