બિહારના મંત્રીનું વાહિયાત નિવેદન: ખેલકૂદથી પાવર વધારો,ઝેરી દારૂ પણ સહન કરી શકશો

2022-12-15 199

બિહારના છપરામાં નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. બુધવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ છપરા સદર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ઘણા લોકોની આંખોની રોશની ગુમાવવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જ્યાં બિહારના મુખ્યમંત્રી નકલી દારૂના મુદ્દે વિધાનસભામાં નારાજ થયા છે તો બીજી તરફ તેમના મંત્રી સમીર મહાસેઠે આ અંગે વાહિયાત નિવેદન આપ્યું છે.

Videos similaires