કપડવંજના ભૂતિયા ગામમાંથી સ્પેશિયલ ઓપરેશન ગૃપ(SOG)એ મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપ્યો છે. SOGએ બાતમીના આધારે ભૂતિયા ગામે એક ખેતરમાંથી અન્ય પાકના વાવેતરની આડમાં ગાંજાના છોડની ખેતીનું વાવેતર ઝડપી પાડ્યું હતું. જેને લઈ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. SOGએ રૂપિયા 54 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપ્યો હતો.