ભારત-ચીન ઘર્ષણ મામલે વિપક્ષનું હલ્લાબોલ, PM મોદીએ કેબિનેટ બેઠક બોલાવી

2022-12-13 308

અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સંસદના બંને ગૃહોમાં હંગામો ચાલી રહ્યો છે. કોંગ્રેસ, RJD, તૃણમૂલ કોંગ્રેસ, AAP સહિત તમામ વિપક્ષી દળોએ રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ બપોરે 12 વાગ્યે લોકસભામાં અને 2 વાગ્યે રાજ્યસભામાં આ મુદ્દે નિવેદન આપશે. બીજી તરફ પીએમ મોદીએ કેબિનેટની બેઠક બોલાવી છે.