ભૂપેન્દ્ર પટેલે લીધા મુખ્યમંત્રી પદના શપથ

2022-12-12 32

આજે ગુજરાતના નવા અને સતત બીજી વાર સીએમ બનનારા ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રીની સાથે જ 8 કેબિનેટ અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ સમયે બાવળિયા- બેરા- બાબરિયા કેબિનેટ મંત્રી બન્યા છે. આ સાથે સંઘવી વિશ્વકર્મા ફરી રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. પરસોત્તમ સોલંકી પણ ફરીથી રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે. સીએમ બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે પહેલી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આ કરોડો ગુજરાતીઓની જીત છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Videos similaires