કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી ત્રણ પાકિસ્તાની માછીમાર ઝડપાયા

2022-12-12 36

કચ્છના અખાતમાં હરામીનાળા તરીકે ઓળખાતા કાદવ કીચડ ધરાવતા છીછરા દરિયામાંથી ત્રણ પાકિસ્તાની માછીમારને ઝડપી પાડવામાં BSFની પેટ્રોલીંગ ટુકડીને સફળતા મળી છે. મળતી માહિતી મુજબ બીએસએફના જવાનો જ્યારે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે હરામીનાળા પાસેથી ગઈકાલ રાત્રે ત્રણ પાકિસ્તાની માછીમાર ઝડપાયા હતા.