જોજો તમારો મોબાઇલ પણ ખિસ્સામાંથી આ રીતે ગઠિયો ઉડાવી ના જાય

2022-12-11 1,783

મહેસાણામાં દૂધની દુકાનેથી મોબાઇલની ચોરી કરવામાં આવી છે. જેમાં ગ્રાહકના ખિસ્સામાંથી શખ્સે મોબાઇલની ચોરી કરી છે. તેમાં થેલી વચ્ચે રાખીને ખિસ્સામાંથી મોબાઇલ સરકાવી

લીધો હતો. તેમજ મોબાઇલ ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.

સહયોગ સેન્ટર પર ગ્રાહકના મોબાઈલની ચોરી

સહયોગ દૂધ સેન્ટર પર ચાલાકીથી ચોરી કરતો શખ્સ CCTVમાં કેદ થયો છે. પ્લાસ્ટિકની થેલીની આડમાં દિન દહાડે ચોરી કરી મોબાઈલ સરકાવી જતો શખ્સનો વીડિયો સોશિયલ

મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નાગલપુર ચાર રસ્તા દૂધ સાગર ડેરીના સહયોગ સેન્ટર પર ગ્રાહકના મોબાઈલની ચોરી થઇ છે.

Videos similaires