હિમાચલ પ્રદેશ શિમલામાં દિગ્ગજો વચ્ચે સુખવિંદર સિંહ સુક્ખુની તાજપોશી

2022-12-11 138

હિમાચલ પ્રદેશમાં 15માં મુખ્યમંત્રી તરીકે સુખવિંદર સિંહ સુક્ખુનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. શિમલાના રિજ ગ્રાઉન્ડમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. રાહુલ ગાંધીની સાથે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા શિમલા પહોંચી ગયા છે.
કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના રાજ્ય એકમના વડા પ્રતિભા સિંહે શિમલામાં મુખ્યમંત્રી-નિયુક્ત સુખવિંદર સિંહ સુખુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી