વિસાવદરના AAPના ધારાસભ્ય ભાજપમાં જોડાશે

2022-12-11 210

તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ જીત મેળવી હતી. ભાજપે અહીં કૉંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કૉંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. જો કે, આપના ભૂપત ભાયાણી આ બંને ઉમેદવારોને હાર આપી જીત મેળવવામાં સફળ રહ્યા છે. ત્યારે ભૂપત ભાયાણી આપને ઝટકો આપ્યો છે ને આજે ભાજપમાં જોડાશે.