દૈનિક અખબારમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સરકારી જાહેરાત પ્રકાશનની મંજૂરી આપવાના નામે રૂ.5.40 લાખની લાંચ માંગનાર સુરત માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને ક્લાર્ક વિશ્વ લાંચ વિરોધી દિવસે જ ACBના છટકામાં ફસાયા હતા. લાંચ પેટે પહેલા હપ્તા તરીકે 2.70 લાખની લાંચ સ્વીકારી રહ્યા હતા ત્યારે જ એ.સી.બી.એ બંનેની ધરપકડ કરી હતી.