આજે કમલમ ખાતે ભાજપના ધારાસભ્ય દળની બેઠક

2022-12-10 73

આજે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે. ધારાસભ્યોની સાથે નવી સરકાર રચવાનો પ્લાન રાજ્યપાલને રજૂ કરાશે. આ માટે આજે ગાંધીનગર કમલમ ખાતે 156 ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે. નવા મુખ્યમંત્રી માટે નિરીક્ષકો ગુજરાત આવશે. સૌરાષ્ટ્રને નવી સરકારમાં આગવું સ્થાન મળી રહ્યું છે. આ સિવાય રાજ્યમાં આજથી ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થઈ છે. માટે અટકેલા કામો પૂરા થશે. 12 ડિસેમ્બરે નવા મંત્રીમંડળમાં 22થી 25 મંત્રીઓ શપથ લઈ શકે છે. નવા મંત્રીમંડળમાં નવા ચહેરાની સાથે જૂના જોગીઓને પણ સ્થાન મળે તેવી શક્યતા છે. આ સિવાયના તમામ મહત્ત્વના સમાચાર.

Videos similaires