14મી વિધાનસભાનો સમય પૂરો થયો છે અને 15મી વિધાનસભાનો સમય શરૂ થવામાં છે. 12 ડિસેમ્બરે નવી વિધાનસભાની શપથવિધિ યોજાવવાની છે ત્યારે સીએમ પટેલ સહિત તમામ કેબિનેટ મંત્રીઓએ રાજ્યપાલને રાજીનામા આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે 14મી ડિસેમ્બરે કમુરતા બેસી રહ્યા છે આ કારણે 12 ડિસેમ્બરે શપથવિધિ યોજાશે અને ગુજરાતને નવા નાથ મળશે. સીએમ બંગલે મંત્રી મંડળની નવી રચના માટેની કવાયત તેજ બની છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.