દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીનું પરિણામ 8 વાગ્યાથી મતગણતરી શરૂ

2022-12-07 2,466

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચુકી છે. ચૂંટણી પંચે મત ગણતરી માટે કુલ 42 મતગણતરી કેન્દ્રો ઉભા કર્યા છે. મતગણતરી માટે 68 ચૂંટણી નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે. 4 ડિસેમ્બરે MCDની 250 બેઠકો પર મતદાન થયું હતું. આ ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં છે. દિલ્હી MCD પર છેલ્લા 15 વર્ષથી ભાજપનો કબજો છે. પરંતુ આ વખતે એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે.