મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટીમાં ગૌરી ખાને એવું કર્યું કે લોકોએ ઠેકડી ઉડાડી

2022-12-06 557

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના પત્ની અને ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાન 5 ડિસેમ્બરની સાંજે જોવા મળી હતી. તે ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટીમાં ગયા હતા. ત્યાં પાપારાજીએ ગૌરીખાનને પોતાના કેમેરામાં કેદ કરી લીધા. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો. આ દરમિયાન અભિનેત્રીએ એવી રીતે રિએકટ કર્યું કે તેના પછી લોકોએ કમેન્ટ્સનો વરસાદ શરૂ કરી દીધો. તેમને સારા-ખરાબ કહેવાની સાથે તેમની મજાક પણ ઉડાવવા લાગ્યા.

ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે તેમનો 56મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓ પહોંચી હતી. ગૌરી ખાન પણ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. હવે બધા જાણે છે કે જ્યાં બોલિવૂડની પાર્ટી હોય ત્યાં પાપારાઝી ચોક્કસ હાજર હોય છે. આ પ્રસંગે તેમનો મેળાવડો પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન ગૌરી ખાન પણ જોવા મળી હતી. પાપારાઝી તેમના ફોટા અને વીડિયો લેવા માટે ઊભા હતા.

Videos similaires