બાબરી ધ્વંસ વરસી અયોધ્યામાં હાઇ એલર્ટ, મથુરામાં ડ્રોનથી ચાંપતી નજર

2022-12-06 274

વર્ષ 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ વિધ્વંસની વરસીને (Babri Masjid Demolition Anniversary) ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માત્ર અયોધ્યામાં જ નહીં પરંતુ મથુરામાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.