PM મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક, G-20ની તૈયારી પર ચર્ચા

2022-12-06 490

ભારતની G20 અધ્યક્ષતા સાથે સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે સોમવાર 5 ડિસેમ્બરે એક સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અનેક મુખ્યમંત્રીઓ સહિત દેશભરના નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતનું G20 પ્રમુખપદ સમગ્ર દેશનું છે અને સમગ્ર વિશ્વને ભારતની તાકાત બતાવવાની આ એક અનોખી તક છે. પ્રધાનમંત્રીએ એ પણ ધ્યાન દોર્યું હતું કે આજે ભારત પ્રત્યે વૈશ્વિક ઉત્સુકતા અને આકર્ષણ છે, જે ભારતની G20 અધ્યક્ષતાની સંભાવનાને વધુ વધારશે.