ગોધરામાં 108 વર્ષના માજીએ મતદાન કર્યું
2022-12-05
26
પંચમહાલના ગોધરામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો તેમજ વૃદ્ધો મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે ગોધરામાં 108 વર્ષના લક્ષ્મીબેન નામના માજીએ મતદાન કર્યું છે. 108 વર્ષના માજીએ યુવાનોને મતદાન કરવા અપીલ કરી છે.