અરવલ્લી જિલ્લામાં એક કલાકનું 4.99 ટકા મતદાન થયું

2022-12-05 14

વહેલી સવારથી જિલ્લામાં મતદાન માટે મતદારોની કતારો લાગી હતી. અહીં સવારે 8:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દરમિયાન નવ વાગ્યા સુધીમાં અરવલ્લી જિલ્લામાં 4.99 ટકા મતદાન થયું હતું. ભિલોડા બેઠકમાં 4.48 ટકા, મોડાસા બેઠકનું 5.54 ટકા અને બાયડ બેઠકનું 5.03 ટકા મતદાન થયું હતું અરવલ્લી જિલ્લામાં સરેરાશ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. જિલ્લામાં 8.30 લાખ મતદારો ત્રણ બેઠક ઉપર 30 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.