AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ અમદાવાદમાં ગઇકાલે કાર્યકરો સાથે પદયાત્રા યોજી હતી, આ પદયાત્રા શાહપુર વિસ્તારમાં પહોંચી ત્યારે ઓવૈસીને ભારે વિરોધનો સામનો કરવો પડયો હતો. સ્થાનિક મુસ્લિમો અને કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા બતાવી ઓવૈસી ગો બેકના નારા લગાવ્યા હતા, અગાઉ પણ અમદાવાદના મકતમપુરા વિસ્તારમાં ઓવૈસીને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડયો હતો.