બીજા તબક્કાના ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે

2022-12-03 1

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો અંતિમ દિવસ છે. આજે સાંજ પછી પ્રચાર કરી શકાશે નહીં. 93 બેઠકો માટે 833 ઉમેદવારો માટે સોમવારે મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે રાજકોટના ઈવીએમ કણકોટની શાળામાં રાખવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાની નજરમાં ઈવીએમ રાખવામાં આવ્યા છે. આ સિવાય વિધાનસભાની ચૂંટણીનો આજે અંતિમ દિવસ છે ત્યારે આજે અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાશે. બીજા તબક્કાનો પ્રચાર આજે અંતિમ ચરણમાં છે ત્યારે યોગી અને સ્મૃતિ ઈરાની વિવિધ જગ્યાઓએ સભાઓ ગજવશે. આ સહિતના અનેક મહત્ત્વના સમાચાર.