રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, માઉન્ટ આબુ થીજી ગયું, હજી ઠંડી વધશે

2022-12-03 260

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઇ ગયો છે. નલિયામાં ઠંડીનો પારો ગગડી ગયો છે. જો કે નલિયામાં હિમાલય જેવી કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યમાં ઠંડીના પારમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. 11 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડી વધી શકે છે.